અમદાવાદના સેટેલાઈટમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે PGની છોકરીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઉગ્ર બબાલ

Contact News Publisher

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની સોસાયટીમાં બબાલ થઈ છે. PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થતાં મામલો ઉગ્ર બન્યો છે. બંને વચ્ચે થયેલી બાબલનો વીડિયો પણ વાયરલ થયો છે. PGની યુવતીઓ અને સ્થાનિક મહિલાઓએ સામસામે આક્ષેપો કર્યા છે. PGમાં રહેતી યુવતીઓ માટે બનાવીને હેરાન કરવામાં આવે છે. પહેરવેશને લઈને રહીશોનું રોકટોક થતી હોવાના પણ  આક્ષેપ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં નિયમો બધા માટે બનાવાય તેવી યુવતીઓએ માગ કરી છે.