DRIએ દુર્લભ પ્રજાતિના 955 કાચબા કર્યા જપ્ત

Contact News Publisher

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે કાચબાની તસ્કરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાચબા ગંગા નદીમાંથી મળી આવતા દુર્લભ પ્રજાતિના કાચબા છે. આ કાચબાની સબંધિત પ્રજાતિને વન્યજીવ કાયદો 1972 હેઠળ રેડ લિસ્ટમાં નાખવામાં આવી હતી. ગંગા નદી કિનારે મળી આવતા દુર્લભ પ્રજાતિના કાચબાની તસ્કરી થઈ રહી હતી. આવી સ્થિતિમાં DRI દ્વારા ‘ઓપરેશન કચ્છપ’ ચલાવવામાં આવ્યું હતું. તે હેઠળ નાગપુર, ચેન્નઈ સહીત દેશના છ શહેરામાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં દુર્લભ પ્રજાતિના 955 કાચબા જપ્ત કરવામાં આવ્યા હતા.

1 thought on “DRIએ દુર્લભ પ્રજાતિના 955 કાચબા કર્યા જપ્ત

Comments are closed.