અંબાજી પ્રસાદ મામલે મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી અક્ષયપાત્ર એજન્સીને અપાયો

Contact News Publisher

અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરીને હવે અક્ષયપાત્ર એજન્સીને આપવામાં આવ્યો છે. અંબાજીના મોહનથાળના પ્રસાદમાં નકલી ઘીનો ઉપયોગ કરવા મામલે સરકારે આ નિર્ણય લીધો છે. 1 નવેમ્બરથી અંબાજીમાં પ્રસાદ મોહિની કેટરર્સ નહીં પરંતુ અક્ષય પાત્ર નામની સંસ્થા તૈયાર કરશે.