વડોદરામાં : L&T ફાઇનાન્સની 3.80 લાખની લોન સહિત ચાર લાખ પડાવી લીધા

Contact News Publisher

મળતી વિગત અનુસાર કરજણના ચોરંદા ગામે નવીનગરીમાં રહેતા 42 વર્ષના શ્રમજીવી સલીમ ચૌહાણે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ઓગસ્ટ માસના 22 તારીખે સવારે 11 વાગ્યે તેઓ પોતાના ઘરે હતા. ત્યારે વિરલ ,જય અને સ્મિત નામના ત્રણ યુવકો તેમના પાસે આવ્યા હતા. અને બેંકના અધિકારી છે અને લોન એજન્ટ તરીકે ઓળખ આપી હતી. અને લોન મેળવવા માટે તેઓએ સલીમને કહ્યું હતું. બાદ વિશ્વાસમાં આવી જતા સલીમનું સીમકાર્ડ તેમજ એટીએમ કાર્ડ લઈ સલીમના નામની એલ એન્ડ ટી ફાઇનાન્સ કંપનીમાંથી ઓનલાઇન લોન પાસ કરાવી સલીમના એકાઉન્ટમાં પર્સનલ લોન પેટે રૂ.3,80,000 જમા કરાવ્યા હતા. એ જ રકમ એટીએમ કાર્ડ તેમજ નેટબેન્કિંગ વડે ત્રણેય ભેગા મળીને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ઉપરાંત 20,000 રૂપિયા ચાર્જ પેટે લઈ ગયા હતા. આમ કુલ રૂપિયા 4,00,000નો ચૂનો ત્રણ શખ્સોએ દસ દિવસમાં ચોપડ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.