વડોદરામાં સાવલીના એક ગામની સગીર કન્યા સાથે યુવકે આચર્યું દુષ્કર્મ

Contact News Publisher

મળતી માહિતી અનુસાર સાવલી તાલુકાના મેવલી ગામે રહેતો સંજય અશ્વિન ગોહિલને અંતરિયાળ ગામમાં રહેતી એક સગીર કન્યા ગમી ગઈ હતી. તેથી તેની પર નજર રાખી રહ્યો હતો. ગત રાત્રે સગીર કન્યાને ઉલટી થતી હોવાથી ઘરની બહાર નીકળી હતી. તે સમયે સંજય બાઈક પર આવ્યો હતો. અને લાગ જોઈ કન્યાનો મો દબાવી ધાબા પર લઈને ગયો હતો. જ્યાં કોઈને કાંઈ કહીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી સગીર કન્યા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને નાસી ગયો હતો. ગભરાયેલી કન્યાએ આ વાતની તેની માતાને જાણ કરતા સાવલી પોલીસ સ્ટેશનમાં આવી સંજય ગોહિલ સામે દુષ્કર્મની નોંધાવી ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે આરોપીની અટકાયતના ચક્રો ગતિમાન કર્યા છે.