વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણીનો ખેલ

Contact News Publisher

જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ઠગાઈ કરતા ગરબા આયોજકો પણ ધ્યાને આવ્યા છે. જેમાં વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણીનો ખેલ સામે આવ્યો છે.માની આરાધનાના નામે વડોદરામાં કેટલાક ગરબા આયોજકો મનમાની કરી રહ્યા છે. મહાપાલિકા પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવવામાં આવે છે. ટોકન ભાડા પેટે મેદાન લે ત્યારે મહિલાઓને ફ્રી પ્રવેશની શરત હોય છે. પરંતુ ઘણાં ગરબા આયોજકોએ આ શરતનો ઉલાળીયો કરી નાંખ્યો છે. કોર્પોરેશન પાસેથી ટોકન ભાડાથી મેદાન લઈ મહિલાઓને ફ્રી એન્ટ્રી ન આપી છેતરપિંડીનો કારસો કરે છે.