સિક્કિમનો સૌથી મોટો 14000 કરોડનો ડેમ ધોવાયો

Contact News Publisher

તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ  ની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે અત્યાર સુધીમાં 14 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 102થી વધુ લોકો ગુમ થઇ ગયા. ભયાનક પૂરમાં 22 જેટલાં આર્મીના જવાનોનો પણ કોઈ અતોપતો મળી રહ્યો નથી. આ માહિતી સેન્ટ્રલ વોટર કમીશન દ્વારા આપવામાં આવી હતી.