અમદાવાદમાં 60 વર્ષની મહિલાનું હાર્ટ-એટેકથી મોત, ભોજન પીરસતા સમયે અચાનક ઢળી પડ્યા

Contact News Publisher

અમદાવાદમાં ગુજરાતી શાળા નં 1માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલા ભોજન પીરસતા સમયે હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યા હતા જેથી તાત્કાલિક ધોરણે 108ને બોલાવવામાં આવી હતી, જો કે તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ મહિલાની ઉમર આશરે 60 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.