મોરબી દુર્ઘટના: ઝૂલતા પૂલ પર ઓવરલોડ રોકવા નહોતી વ્યવસ્થા, ફિટનેસ પણ નહોતું કર્યું ચેક: SITના રિપોર્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

Contact News Publisher

મોરબી દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.આ કેસમાં નીમવામાં આવેલ SITએ હાઇકોર્ટમાં 5000 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. SIT દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે.