ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સાઉદી અરબમાં હલચલ, UAEએ પણ કર્યું મોટું એલાન

Contact News Publisher

ઈઝરાયેલ-હમાસના આ યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ પર વિશ્વભરના દેશોને પોતપોતાની પ્રતિક્રિયા આપી છે.અમેરિકાએ ઈઝરાયેલને એક દારૂગોળા ભરેલું પ્લેન મોકલવ્યું છે. મોટા ભાના પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે.  એવામાં ઇસ્લામિક દેશો હમાસનું સમર્થન કરી રહ્યા છે. જ્યાં સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે સતત ચર્ચા કરી રહ્યું છે, તો બીજી તરફ ઈજિપ્તે પેલેસ્ટાઈનને સહાય મોકલવાની જાહેરાત કરી છે.