ભારત-પાકિસ્તાન મેચમાં જોવાની લ્હાયમાં ડુપ્લિકેટ ન ખરીદી લેતા.! અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની રેડમાં 4 આરોપી સકંજામાં, નકલી 108 કબજે

Contact News Publisher

ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઈ રહ્યો છે. દર્શકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. 14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે. જો કે, આ મેચની ટિકિટને લઈ ભારે અફરા તફરી મચેલી જોવા મળી રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચને લઈ કાળાબજારીઓ પણ નકલી ટિકિટો વેચવા માટે એક્ટિવ થયા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં રેડ પાડી હતી જ્યાંથી 108 મેચની ડુપ્લિકેટ ટિકિટ અને 25 પેજ કબજે કર્યા છે.