ભારતીય ટીમના બોલરોનો તરખાટ: 273નો મળ્યો આસાન ટાર્ગેટ, રોહિત-ઈશાનની ધમાકેદાર બેટિંગ શરૂ

Contact News Publisher

દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ઈન્ડિયા vs અફઘાનિસ્તાનની મેચ ચાલી રહી છે. આ વર્લ્ડ કપ 2023ની 9મી મેચ છે. અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમે 50 ઓવરમાં 272 રન બનાવ્યાં છે. હાલમાં ભારતીય ટીમને જીત માટે 273 રનનો ટાર્ગેટ મળ્યો છે. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન દ્વારા ક્રિઝ પર ભારતીય ટીમની બેટિંગની શરૂઆત થઈ ગઈ છે.

અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધારે 80 રન સ્કોર કર્યાં છે. ભારતીય ટીમનાં ખેલાડી બુમરાહે 39 રન આપીને 4 વિકેટ પોતાના નામ કરી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી.

અફઘાનિસ્તાનનાં બેટ્સમેન ઈબ્રાહિમ જાદરાન અને રહમનુલ્લાહ ગુરબાઝે સારી શરૂઆત કરી પણ સાતમી ઓવરમાં જસપ્રીત બુમરાહે આ પાર્ટનરશીપ તોડી અને ઈબ્રાહિમને 22 રન પર પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. હાર્દિક પંડ્યાએ રહમનુલ્લાહ ગુરબાજને આઉટ કર્યું. ગુરબાજે 28 બોલમાં 21 રન બનાવ્યાં હતાં. શાર્દુલ ઠાકુરે રહમતને LBW કર્યું.

કેપ્ટન હશમતુલ્લાહ અને અજમતુલ્લાની વચ્ચે સારી પાર્ટનરશીપ ચાલી. પણ અજમતુલ્લા 69 બોલ પર 62 રન બનાવીને આઉટ થયાં. હશમતુલ્લાને કુલદીપ યાદવે LBW આઉટ કર્યું. તેમણે 88 બોલમાં 80 રન બનાવ્યાં હતાં. મોહમ્મદ નબી 18 રન બનાવીને બુમરાહ દ્વારા આઉટ થયાં. નજીબઉલ્લાહ જદરાન 2 રન બનાવીને બુમરાહ દ્વારા આઉટ થયાં. 49મી ઓવરની પહેલી બોલમાં બુમરાહે રાશિદ ખાનને આઉટ કરાવ્યું. મુજીબ ઉર રહમાન 10 અને નવીન ઉલ હક 9 રન બનાવીને નાબાદ રહ્યાં.

Exclusive News