જોઈ છે આવી મેચ કોઈ દિ! નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM સાથે 100 હસ્તીઓ, ફાઈનલ પર આખા વર્લ્ડની નજર

Contact News Publisher

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તારીખ 19મી નવેમ્બરને રવિવારે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. લગભગ 1.30 લાખ દર્શકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. આ મેચને જોવા માટે દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. આ મેચને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. તેમની સાથે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ આવે તેવી શક્યતા છે.

રવિવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. અહીંથી તેઓ સીધા રાજભવન જશે. ત્યારબાદ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લેશે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ હાજર રહેશે. જો કે હજુ સુધી આસામના સીએમની હાજરી અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

વડાપ્રધાન મોદી ઉપરાંત દેશ-વિદેશની મોટી મોટી હસ્તીઓ પણ આ સ્પર્ધાનો આનંદ માણી શકે છે. આ મેચ જોવા માટે બીસીસીઆઇના ટોચના ઓફિસિઅલ્સ પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. આ સ્ટેડિયમમાં દેશના ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં રહી શકે છે.

આ મેચ જોવા આવનાર VVIP મહેમાનોની યાદી 

  • અનુરાગ સિંહ ઠાકુર,
  •  જ્યોતિરાદિત્ય સિંધિયા
  •  RBI ગવર્નર શક્તિકાંત દાસ
  •  યુએસ એમ્બેસેડર એરિક ગેસેટ્ટી
  •  આસામના સીએમ હિંમત બિસ્વા સરમા
  •  ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ
  •  ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત ફિલિપ ગ્રીન
  •  નીતા અંબાણી
  • સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ. અને અન્ય રાજ્યોની અદાલતોના ન્યાયાધીશો
  • યુએઈના રાજદૂત અબ્દુલનાસિર જમાલ અલશાલી
  •  મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા
  • યુએસએ એમ્બેસેડર એરિક ગારસેટી
  •  સિંગાપોરના ગૃહ પ્રધાન કે સંગમ
  •  તમિલનાડુ યુટી કલ્યાણ રમત પ્રધાન ઉદયનિધિ સ્ટાલિન
  • લક્ષ્મી મિત્તલ 

ભારત ઓસ્ટ્રેલિયા ફાઈનલ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું છે તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે.

Exclusive News