કેરળ: મહાત્મા ગાંધીના કારણે જાતીય સતામણીના આરોપીને મળી 100 વર્ષની જેલની સજા

Contact News Publisher

સત્યનું પાલન કરવાની મહાત્મા ગાંધીની શીખ સાડા ​​ત્રણ વર્ષની બાળકીની જાતીય શોષણની તપાસમાં અને આરોપીને 100 વર્ષની જેલની સજા કરવામાં  મહત્વપૂર્ણ સાબિત થઈ. બે વર્ષ જૂના કેસમાં પથાનમથિટ્ટા જિલ્લાની અદૂર ફાસ્ટ ટ્રેક એન્ડ સ્પેશિયલ કોર્ટે 11 ઓક્ટોબરે કોલ્લમ જિલ્લાના પઠાણાપુરમ નજીક પુનાલાના રહેવાસી આરોપી વિનોદને 100 વર્ષની સખત કેદ અને 4 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.

આ ભયાનક ઘટના બીજા ધોરણના પાઠ્યપુસ્તકમાં મહાત્મા ગાંધી વિશેના એક પાઠના કારણે આવી છે. પીડિત બાળકીની 8 વર્ષીય મોટી બહેને પોતાની માતાને એ વિશે જણાવ્યું કે, તેને અને તેની નાની બહેનને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. આ બાળકીએ બીજા ધોરણના પાઠ્યપુસ્તકના એક પાઠમાં ગાંધીજીની શિક્ષા ‘ક્યારેય કોઈની સાથે જૂઠું ન બોલવું જોઈએ’ શીખી હતી. ત્યારબાદ આ બાળકીએ પોતાની માતાને સત્ય બતાવવાનું નક્કી કર્યું. આ દુ:ખદ ખુલાસા બાદ માતા-પિતાએ અડૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.