ટ્રેનોમાં મહિલાઓનો કિંમતી સામાન ટફડાવતા બે શખ્શોની મુંબઇથી ધરપકડ

Contact News Publisher

ટ્રેનોમાં પ્રવાસ કરતી મહિલાઓની સોનાની ચેન તેમજ પર્સની ચોરીની ફરિયાદો વધતા રેલવે પોલીસ દ્વારા ચોરોને શોધી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન મહારાષ્ટ્રમાં રહેતા મૂળ બિહારના શત્રુંઘન નવલ શર્મા (રહે. ધારાવી રોડ, મુંબઇ) અને ફૈઝુદીન કમરુદિન અંસારી (રહે. મૌલાના આઝાદ રોડ, મુંબઇ) ને ઝડપી પાડ્યાં હતા. રેલવે એલસીબી પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઇલ અને સોનાની રની મળી 5.15 લાખનો મુ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.