ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ભારતના અનેક રાજ્યોમાં હાઇઍલર્ટ

Contact News Publisher

ઈઝરાયલ અને હમાસનાં યુદ્ધની વચ્ચે ભારતમાં આ ઘટના સંબંધિત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શુક્રવારે જમ્મૂ-કાશ્મીરનાં બડગામમાં ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારાઓ લાગ્યાં હતાં. આ નારેબાજી જુમાની નમાજ બાદ લગાડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં અને પોતાના હાથમાં પોસ્ટર્સ પકડીને નારેબાજી કરવા લાગ્યાં હતાં. ઈઝરાયલ-અમેરિકા વિરોધી નારાઓ સિવાય ધાર્મિક નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આ ઘટના બાદ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને કાશ્મીર સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.