પહેલા બોલિંગ કરશે ભારત: શુભમન ગિલની ટીમમાં થઈ એન્ટ્રી

Contact News Publisher

જે ક્ષણની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોતા હતા તે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ODI વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે થવા જઈ રહ્યો છે. હાલ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11નું એલાન કરવામાં આવ્યું છે જેમાં શુભમન ગિલની એન્ટ્રી થઈ છે અને ઇશાન કિશનને સ્થાન મળ્યું નથી.

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 :  ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજવર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે આ આઠમી મેચ હશે. ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ 7-0નો છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો પોતાની ત્રીજી જીત પર છે. ભારત અને પાકિસ્તાને બે-બે મેચ રમી છે અને બંનેમાં જીત થઈ છે.