ગાઝામાં છેલ્લા 24 કલાકમાં 256 લોકોના મોત, 20 બાળકો પણ સામેલ, વેસ્ટ બેંકમાં વધ્યો મોતનો આંકડો

Contact News Publisher

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝામાં કોહરામ મચી ગયો છે. ગાઝામાં ચારે તરફ તબાહીનું મંજર છે. ગાઝાની હોસ્પિટલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 20 બાળકો સહિત 256 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન 1,788 લોકો ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે ઈઝરાયેલી દળોએ ગાઝા શહેરના તાલ અલ-હવા પડોશ અને રેડ ક્રિસેન્ટની અલ-કુદ્સ હોસ્પિટલને ટાર્ગેટ બનાવી હતી. જ્યાં સેંકડો પરિવારોએ ઈઝરાયેલી બોમ્બમારોથી રક્ષણ મેળવવા માટે આશ્રય લીધો હતો. ઈઝરાયેલી બોમ્બમારાથી સમગ્ર ગાઝા પટ્ટીમાં ડઝનેક ઘરો અને રહેણાંક ઈમારતોનો ધવસ્ત થઈ ગઈ છે. આ જ કારણ છે કે દક્ષિણમાં આવેલી નાસર અને અબુ યુસુફ અલ-નજ્જર હોસ્પિટલો બોમ્બ ધડાકાથી ક્ષતિગ્રસ્ત થયા બાદ ઘાયલોને મદદ કરવા સક્ષમ નથી.