ફરીવાર ઉ.-મધ્ય ગુજરાત, પંચમહાલની આસપાસમાં મેઘરાજા ત્રાટકી શકે, ચોમાસાની વિદાય વચ્ચે અંબાલાલની મોટી આગાહી

Contact News Publisher

આજે ત્રીજા નોરતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. આ સાથે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે દરિયાકિનારના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ તરફ ગુજરાતને લઈ આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 17 ઓકેટોબર આસપાસ  ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ વરસાદની શક્યતા છે.