એરફોર્સના કર્મચારીની ગંદી બાત! પાડોશીની 10 વર્ષની બાળકીને ઘરે બોલાવી કરી વિકૃત હરકત, ફરિયાદ થતાં હડકંપ

Contact News Publisher

મહિલા સલામતીના દાવા વચ્ચે જામનગરમાંથી વધુ એક વખત ચકચારી ઘટના સામે આવી છે. જેમાં જામનગરના એરફોર્સ -૧માં ૧૦ વર્ષની બાળકી સાથે આડપલા કરવાનો  કિસ્સો સામે આવતાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ મામલે પાડોશી એરફોર્સના કર્મચારી સામે પોલીસે પોકસો એક્ટની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પાડોશી એરફોર્સના કર્મચારીએ પ્રોજેક્ટ કરવાના બહાને ઘરમાં બોલાવ્યા પછી ખરાબ કૃત્યનો પ્રયાસ કરતા શહેરભરમાં આરોપી સામે ચારે કોરથી ફિટકાર વર્ષી રહ્યો છે.