ગુજરાત બોર્ડ-નિગમના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ: મળશે સાતમા પગારપંચ મુજબના ભથ્થા

Contact News Publisher

રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે.  જેમાં  દિવાળી પહેલા બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘર ભાડુ, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબનાં ભથ્થા કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.