રાહુલ ગાંધીએ લીધો સત્યપાલ મલિકનો સ્ફોટક ઈન્ટરવ્યૂ

Contact News Publisher

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઇન્ટરવ્યૂ લીધો છે. 28 મિનિટની વાતચીતમાં રાહુલે સત્યપાલ મલિકને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, ગૌતમ અદાણી અને પુલવામા આતંકી હુમલાના મુદ્દે સવાલો પૂછ્યા હતા જેનો વીડિયો રાહુલ ગાંધી ટ્વિટર અને યૂટ્યૂબ પર શેર કર્યો છે. ઈન્ટરવ્યુમાં સત્યપાલ મલિકે પુલવામા હુમલાને લઈને ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે અને તેને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી.