આજે શરદ પૂનમ અને ચંદ્ર પર લાગશે ગ્રહણ

Contact News Publisher

આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર ચંદ્ર ગ્રહણનાં દિવસે મનાવવામાં આવશે. આ વખતે ચંદ્ર ગ્રહણ ભારત સહિત 20થી વધારે દેશોમાં દેખાવાનો છે. ગ્રહણ ભારતમાં આજે મધ્યરાત્રી 1 વાગ્યે દેખાશે અને સૂતક બપોરે 4 વાગ્યાથી શરૂ થશે. તેવામાં આજનાં દિવસે જ શરદ પૂર્ણિમાનાં પૂજા-અર્ચન સહિત અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે. પરંતુ ચંદ્રમાની શીતળ રોશનીમાં બનાવવામાં આવતી ખીર ગ્રહણને કારણે અડધી રાત્રે બનાવવામાં આવશે નહીં. તેવામાં ગ્રહણ સમાપ્ત થયા બાદ ખીર બનાવી શકાશે.