હોટલમાં છોકરાને શરીરસુખ આપતી ઝડપાઈ સગીર કોલગર્લ

Contact News Publisher

શહેરોની હોટલ હવે ફક્ત રહેવા-જમવાની સુવિધા પણ નથી આપતી પરંતુ ગેરકાયદેસર કામ પણ કરાવતી જોવા મળી રહી છે. મોટાભાગની હોટલો હવે ગેરકાયદેસર વૈશ્યાવૃતિ પણ કરાવી રહી છે તેની વધુ એક ઘટના સામે આવી છે. બિહારની રાજધાની પટણામાં પોલીસે નાની છોકરીઓની સંડોવતા એક સેક્સ રેકેટને ઝડપથી 5 કપલોને વાંધાજનક હાલતમાં પકડ્યાં હતા. રાજધાની પટનામાં હાલમાં વૈશ્યાવૃતિનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. પટનાના રાજીવ નગર વિસ્તારમાં નેપાળી નગરમાં પોલીસે ફરી વાર સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડીને 5 કપલને રંગેહાથે ઝડપ્યાં હતા. રાજીવ નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રમણ કુમારે જણાવ્યું કે, મહાવીર કોલોનીમાં એક ખાનગી મકાનમાં હોટલની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની ગુપ્ત માહિતી મળી રહી છે. પોલીસે અહીં દરોડા પાડીને એક સગીર સહિત 5 યુવક અને 5 મહિલાઓની ધરપકડ કરી છે. વૈશ્યાવૃતિમાં એક 16 વર્ષની છોકરી પણ સામેલ હતી જે એક છોકરા સાથે વાંધાજનક હાલતમાં હતી.