બેંગ્લુરુના બસ ડેપોમાં ભયંકર આગ, અંદાજે 10 પ્રાઈવેટ બસો બળીને રાખ, મોટી જાનહાની ટળી

Contact News Publisher

કર્ણાટકની રાજધાની બેંગલુરુના વીરભદ્રનગર વિસ્તારમાં એક બસ ડેપોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના વીરભદ્રનગર વિસ્તારમાં પ્રાઈવેટ બસોમાં લાગેલી આગનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભયંકર આગના કારણે આકાશમાં કાળા ડીબાંગ ધુમાળા જોવા મળી રહ્યા છે. 5થી 10 બસો આગમાં રાખ થઈ ગઈ છે. સૂચનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્ટાફ પહોંચી ગયો છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. આગના ધૂમાળાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા આસપાસના વિસ્તારોમાં પણ ભારે અફરાતફરીના માહોલ સર્જાયો હતો. બસ ડેપોમાં ઉભેલી આ બસો ખાલી હોવાથી મોટી જાનહાની ટળી છે.