‘મને ગંદા સવાલો પૂછ્યાં’ સંસદીય કમિટીની પૂછપરછ બાદ સાંસદ મહુઆ મોઈત્રાના મોટા આરોપ

Contact News Publisher

પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ફસાયેલી ટીએમસીની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાની હાલમાં સંસદની એથિક્સ કમિટી પૂછપરછ કરી રહી છે. પરંતુ આ પૂછપરછ જ વિવાદમાં સપડાઈ ગઈ છે. હકીકતમાં ગુરુવારે સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઈત્રાની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ બહાર આવેલા મહુઆ મોઈત્રાએ મોટા આરોપ કરીને વાતાવરણ ગંભીર કરી મૂક્યું.