છત્તીસગઢમાં મતદાનની વચ્ચે સુરક્ષા દળોનો સપાટો, એન્કાઉન્ટરમાં ઘણા નકસલીઓને ઠાર માર્યાં

Contact News Publisher

છત્તીસગઢમાં પહેલા તબક્કાના મતદાનની વચ્ચે સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં ઘણા નકસલીઓ માર્યા ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુકમામાં તાડમેટલા અને ડૂલેદ વચ્ચે સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર છે કોબ્રા 206 સૈનિકો સાથે એન્કાઉન્ટર થઈ રહ્યું છે. મિંપામાં મતદાન દળને સુરક્ષા આપવા માટે જંગલોમાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અહીં એન્કાઉન્ટર લગભગ 20 મિનિટ સુધી ચાલ્યું હોવાનું સામે આવ્યું છે. આમાં કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે.