પાટીદાર આંદોલન: પોલીસ સાથે ગેરવર્તણૂંકના કેસમાં હાર્દિકને કોઇ જ રાહત નહીં, કોર્ટે ફગાવી અરજી

Contact News Publisher

 પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસના આરોપી અને ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. મહત્વનું છે કે, ધારાસભ્ય હાર્દિક પટેલે આ મામલે કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે ચુકાદો આપ્યો છે.

ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ રાહત આપી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. મહત્વનું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.