સોના-ચાંદીનાં ભાવમાં જંગી ઘટાડો,તહેવારની સીઝનમાં ગ્રાહકો અને રોકાણકારો માટે મોકો

Contact News Publisher

તહેવારોની સીઝનમાં સોના-ચાંદીની ખરીદી વધી જતી હોય છે. તેવામાં દિવાળી 2023 નો મહાપર્વ નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં સોના-ચાંદીનાં ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. જે લોકો સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોય તેમના માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. જાણો ગુજરાતમાં સોના-ચાંદીનાં લેટેસ્ટ ભાવ:

ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર આજે 8 નવેમ્બર 2023નાં રોજ ગુજરાતમાં 22 કેરેટ સોનાનો ભાવ 56150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ગઈકાલની સરખામણીએ સોનાનાં ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાની વાત કરીએ તો  ગઈકાલે10 ગ્રામ સોનાનો ભાવ 61410 રૂપિયા હતો જે 160 રૂપિયાનાં ઘટાડા બાદ આજે 61250 રૂપિયા થયો છે.

ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર ગુજરાતમાં ગઈકાલે ચાંદીનો ભાવ 74500 રૂપિયા પ્રતિ કિલો હતાં જે આજે 1000 રૂપિયાનાં જંગી ઘટાડા બાદ 73500 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. જે લોકો અથવા તો રોકાણકારો ચાંદી ખરીદવા ઈચ્છતા હોય તેમણે આ મોકાનો ફાયદો લેવો જોઈએ.