ગુજરાતમાં છેલ્લાં દસ મહિનામાં સ્વાઇન ફ્લૂના 170 કેસ, બે દર્દીનાં મોત

Contact News Publisher

રાજ્યમાં ઠંડીમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લૂના 41 કેસ નોંધાયા, 10 મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા

ગુજરાતમાં શિયાળાની ધીમીધારે શરૂઆતની વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, વર્ષ 2023માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 170 કેસ નોંધાયા છે તો 2 દર્દીના મોત પણ થયા છે. મહત્વનું છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા હતા.