Deepfakeને લઇ કેન્દ્ર સરકાર એક્શનમાં: ટૂંક સમયમાં લવાશે નવો કાયદો

Contact News Publisher

 કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે એટલે કે ગુરુવારે ડીપફેક  મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. IT પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ડીપફેક  મુદ્દે સતર્ક છે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં જ ઘણા બોલિવૂડ કલાકારોને નિશાન બનાવતા ઘણા ડીપફેક  વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ થયા હતા. આ અંગે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આનાથી નકલી સામગ્રી બનાવવા માટે ટેક્નોલોજી અને સાધનોના દુરુપયોગને લગતા ઘણા પ્રશ્નો પણ ઉભા થયા છે.