વડોદરા પોલીસમાં 10 પીઆઈ તેમજ પોલીસ કર્મીઓની બદલી, ડીસીબીમાં મહિલા પીઆઈ

Contact News Publisher

વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાં 10 પીઆઇ તેમજ 32 પોલીસ કર્મીઓ સહિત સાગમટે બદલીના હુકમ કર્યા છે.  વડોદરા શહેર પોલીસ કમિશનરે અકોટા અને કુંભારવાડા ના બે નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. બંને પોલીસ સ્ટેશન તૈયાર થઈ ગયા બાદ કુંભારવાડા ના પીઆઇ તરીકે ટ્રાફિક શાખાના વાય એમ મિશ્રાને મૂકી અગાઉના પીઆઇ ડીવી ઢોલા ને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમજ સ્પેશ્યલ બ્રાન્ચ ના પીઆઈ એસએમ વેકરીયા ને અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઇકો સેલના મહિલા પીઆઇ એચ ડી તુવરને ડીસીબી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે અને સાથે એમઓબી નો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. જ્યારે ઝેડ એન ધાસુરાને ઇકો સેલમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જેપી રોડના આરડી ચૌહાણને બાપોદ પોલીસ સ્ટેશનમાં, અકોટા ના પી.આઈ એસએમ સાગરને જે પી રોડ પોલીસ સ્ટેશનમાં, બાપોદના પીઆઇ એસએમ વસાવાને વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમજ પાણીગેટના પીઆઇ એસ એ ગોહિલને મિસિંગ સેલના પીઆઇ તરીકે અને એ એમ ગઢવીને સાયબર ક્રાઇમમાં  મૂકવામાં આવ્યા છે.