‘TRB જવાનોને સાંજ સુધીમાં સારા સમાચાર મળશે’, છૂટા કરવાના પરિપત્ર બાદ સી.આર.પાટીલનું સૌથી મોટું નિવેદન

Contact News Publisher

રાજ્યમાં TRB જવાનોને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. અત્રે જણાવીએ કે, ગુજરાતમાંથી 6400 જેટલા TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં વિરોધના સૂર ઉઠ્યા હતાં. જે બાદ આજે TRB જવાનોને છૂટા કરવાના પરિપત્ર મામલે મહિસાગમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું સાંકેતિક નિવેદન સામે આવ્યું છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું છે કે, TRB જવાનોને સાંજ સુધીમાં સારા સમાચાર મળશે. આ નિવેદન બાદ સૂત્રો પાપ્ત મળતી માહિતી મુજબ TRB જવાનને છૂટા કરવાના નિર્ણયને મોકૂફ રખાઈ શકે છે.  તેમજ જે જવાનોએ નિયમનો ભંગ કર્યો તેમને પરત નહી લેવાય. વધુમાં સૂત્રો પાપ્ત માહિતી એવી પણ છે કે, શિસ્ત ભંગના કેસમાં TRB જવાનોને પરત નહી લેવાય.

રાજ્યનાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી કામગીરી કરતા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવનાર છે. તેમજ ફરજ મુક્ત TRB જવાનને ફરી કામગીરીમાં ન લેવા. તેમજ TRB જવાન તરીકે એક સભ્ય લાંબા સમયથી કામ કરે તે યોગ્ય નથી. જવાનોને છૂટા કર્યા બાદ નિયમ મુજબ ભરતી કરવી.

10 વર્ષથી ફરજ બજાવતા TRB જવાન 30 નવેમ્બર સુધીમાં છૂટા કરાશે. 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 1100 TRB જવાન છે.  5 વર્ષથી કામ કરતા TRB જવાન 31 ડિસેમ્બર સુધીમાં છૂટા કરાશે. 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 TRB જવાન હતા.  3 વર્ષથી કામ કરતા TRB જવાન 31 માર્ચ 2024 સુધીમાં છૂટા કરાશે. 2300 જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે.

રાજ્યમાં TRB જવાનોને છૂટા કરવાના નિર્ણયને પગલે અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત, અમદવાદ, વડોદરા સહિતના શહેરોમાં પણ TRB જવાનોએ સરકાર સામે રોષ વ્યાક્ત કર્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયથી 6 હજારથી વધુ TRB જવાનો પ્રભાવિત થયા છે. ત્યારે રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી રહી છે. પરિપત્ર પરત નહીં ખેંચાઈ તો આગીમી સમયમાં આંદોલન શરૂ કરાશે તેમ કોંગ્રેસના ઓબીસી સેલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.