ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીવાર બંધ કરાઇ, યાત્રિકો નહીં કરે બેટ દ્વારકાના દર્શન, જાણો કારણ

Contact News Publisher

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવામાનની આગાહીને પગલે દરિયાકાંઠે તેજ પવન શરૂ થતાં હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ છે. વિગતો મુજબ તેજ પવન શરૂ થતાં GMB દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

દ્વારકા અને ઓખા બેટ વચ્ચે ચાલતી  ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે. વિગતો મુજબ દરિયાકાંઠે ભારે પવનના કારણે બોટ સર્વિસ બંધ કરાઈ છે. અહીં તેજ પવન શરૂ થતાં GMBએ દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવામાં આવતા હવે આજે યાત્રિકો બેટ દ્વારકા દર્શન નહિ કરી શકે. અહીં નોંધનિય છે કે, વાતાવરણ સામાન્ય બન્યા બાદ યાત્રિકો માટે ફરી બોટ પુનઃ શરૂ થશે.