ડિપ્લોમા ટૂ ડિગ્રીમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષાની જાણકારીના અભાવે પોલીટેકનિકના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

Contact News Publisher

સરકારની એસીપીસી( એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ)દ્વારા દર વર્ષે ડિપ્લોમા થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં મેરિટના આધારે વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાતો હોય છે.

પ્રવેશ કાર્યવાહીમાં બદલાવ કરીને  આગામી વર્ષથી એટલે કે 2024થી મેરિટની જગ્યાએ પ્રવેશ પરીક્ષા થકી ડિપ્લોમા ટૂ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ આપવાની જાહેરાત 6 મહિના પહેલા કરવામાં આવી હતી. જોકે આ જાહેરાત પછી પણ પ્રવેશ પરીક્ષા કેવી રીતે લેવાશે, તેનુ માળખુ કેવુ હશે..જેવી કોઈ જાણકારી હજી સુધી સરકાર દ્વારા પૂરી પાડવામાં નહીં આવી હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષાની તૈયારી લઈને મૂંઝવણમાં મુકાયા છે.