દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા

Contact News Publisher

વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે.

એક અહેવાલ પ્રમાણે નવા દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ દેશમાં હવે અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 396 થઈ ગઈ છે.

આજે સવારે 8:00 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા પ્રમાણે દેશમાં કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 5 લાખ 33 હજાર 300 છે. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 103 છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે સંક્રમણથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. કુલ 4 કરોડ 44 લાખ 68 હજાર 407 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

કોરોના બાદ ચીનમાં રહસ્યમયી ન્યુમોનિયા સંક્રમણ ફેલાઈ રહ્યો છે જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. આ વચ્ચે કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.