કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યો 2023નો મેડિસીનનો નોબેલ

Contact News Publisher

2023ના નોબેલ પુરસ્કારનું એલાન થયું છે. સૌથી પહેલા મેડિસીન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર અપાયો છે. જર્મનીના શરીર વિજ્ઞાની કેટાલિન કારિકો અને ડ્રૂયુ વીસમેનને મેડિસીનમાં નોબેલ મળ્યો છે. આ બન્ને વૈજ્ઞાનિકોએ કોરોના વેક્સિન એમઆરએનએ રસી વિકસાવી હતી. આ રસી દ્વારા આ બંને વૈજ્ઞાનિકોએ દુનિયાની વિચારસરણી બદલી નાખી હતી. આ બન્ને વૈજ્ઞાનિકોની શોધને કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્રિયા અને પ્રતિક્રિયા વિશે વધુ સમજી શક્યા હતા.