પરષોત્તમ રૂપાલાના PAના નામે ખોટી ઓળખ આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ, તપાસ શરૂ

Contact News Publisher

સાવરકુંડલાના માનવ મંદિરના ટ્રસ્ટીને ધમકી મળ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સાવરકુંડલાના માનવ મંદિરના ટ્રસ્ટી મનસુખ વસોયાને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના PAના નામે ધમકી અપાઈ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ અજાણ્યા શખ્સે રૂપાલાના PAના નામનો ઉપયોગ કરી રોફ જમાવ્યો હતો. જેને લઈ હવે માનવ મંદિરના ટ્રસ્ટી મનસુખ વસોયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરેલીના સાવરકુંડલામાં આવેલ માનવ મંદિરના ટ્રસ્ટી મનસુખ વસોયાને ધમકી મળી છે. એક મનોરોગી દીકરાને આશ્રમમાં લેવા અજાણ્યા ઇસમે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના PAનું નામ આપી ધમકી આપી હતી. જેમાં રૂપાલાના PAના નામનો ઉપયોગ કરી રોફ જમાવી મંજૂર થયેલી 11 લાખની ગ્રાન્ટ અટકાવી દીધાની ધમકી આપી હતી.  નોંધનિય છે કે, ઇસમે સરકારમાંથી 11 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પણ હવે અટકી ગઇ છે તેવા શબ્દ પ્રયોગ કર્યો હોવાનું ફરિયાદીએ કહ્યું છે.  જેને લઈ હવે માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી મનસુખ વસોયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ તરફ કેન્દ્રીય મંત્રીના PAની ખોટી ઓળખ આપનારા વ્યક્તિની પોલીસે તપાસ શરૂ કરી છે.