આધાર કાર્ડનું મહત્વ શું છે મહત્વ તે જાણીએ..

Contact News Publisher

હવે આધાર કાર્ડ હોવું ખુબ જરુરી બની ગયું છે. સરકારી સુવિધાઓ સહિત અન્ય સ્થળોએ પણ આધાર કાર્ડ હોવું અનિવાર્ય બની ગયું છે. આધાર કાર્ડની વધતી માંગને કારણે તેના દુરુપયોગની શંકા પણ વધી ગઈ છે. લોકોને ડર રહે છે કે ક્યાંક તેમની અંગત માહિતીનો દુરુપયોગ તો નથી થઈ રહ્યોને.UIDAIએ એક નવી સુવિધા શરુ કર છે, જેના માધ્યમથી તમે ઘરે બેસીને જાણી શકો છો કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં થયો છે. જો તમને લાગે કે કંઈક ગરબડ થઈ છે તો તમે તેની ફરિયાદ પણ નોંધાવી શકો છો. આ માટે તમારે UIDAIની વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમને ‘Aadhaar Authentication History’ વિકલ્પ દેખાશે. અહીં તમે ક્લિક કરશો તો તમારી સામે નવી વિન્ડો ખુલશે. અહીં તમારે આધાર નંબર લખવાનો રહેશે. આ સિવાય નીચે આપવામાં આવેલ કેપ્ચા કોડ પણ લખવાનો રહેશે. ત્યારપછી તમારે જણાવવાનું રહેશે કે તમારે કેટલા સમયગાળાની જાણકારી જોઈએ છે. OTP જનરેટ કરવાના ઓપ્શન પર ક્લિક કરશો તો આધાર સાથે રજિસ્ટર નંબર પર OTP આવશે. OTP એન્ટર કરશો તો તમે આપેલા સમયગાળા દરમિયાનની બધી જાણકારી મળી જશે. જો તમને હિસ્ટ્રી જોઈને લાગે કે તમારા આધારનો કોઈ જગ્યાએ દુરુપયોગ થયો છે તો 1947 પર કૉલ કરીને ફરિયાદ કરી શકો છો. વાસ્તવમાં જ્યારે પણ તમારા આધારનો ઉપયોગ થાય છે, ત્યારે તેનો ઉપયોગ કરવા માટે દરેક સંબંધિત વ્યક્તિએ UIDAIને રિક્વેસ્ટ મોકલવાની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *