ગોગામેડીને ધરમ કરતાં ધાડ પડી ! લોરેન્સ ગેંગે કેમ કરી હત્યા? પોલીસ અધિકારીનો મોટો ઘટસ્ફોટ

Contact News Publisher

કરણી સેના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનું એક કારણ ખંડણીનો વિરોધ પણ છે અને તેનો ખુલાસો એક પોલીસ અધિકારીએ કર્યો છે. જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા અંગે લોકોના મનમાં એક જ સવાલ છે અને તે એ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત સંપત નેહરા અને રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યા કેમ કરાવી? સુખદેવ હત્યા કેસની તપાસ કરી રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ આ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 3 ડિસેમ્બર, 2022 ના રોજ ગેંગસ્ટર રાજુ ઠેહટ હત્યા બાદ લોરેન્સ ગેંગે શેખાવતીમાં ગભરાટ ફેલાવવા માટે રોહિત ગોદરા દ્વારા વેપારીઓ અને કારોબારીઓ પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કર્યું હતું. આમાંના ઘણા ઉદ્યોગપતિઓ સુખદેવસિંહ ગોગામેડીના નજીકના હતા. લોરેન્સ ગેંગની ધમકીઓ બાદ ગોગામેડી અને ગેંગસ્ટર આનંદપાલનો નાનો ભાઇ મનજીત પાલ સિંહ નારાજ બિઝનેસમેન અને પ્રોપર્ટી ટ્રેડર્સના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા હતા. લગભગ એક વર્ષ પહેલા રતનગઢના રહેવાસી પ્રોપર્ટી બિઝનેસમેન મહિપાલ સિંહને ગેંગસ્ટર રોહિત ગોદારાના નામે ધમકી આપવામાં આવી હતી. રાજુ ઠેહટ હત્યા કેસના પાંચ દિવસ બાદ જ ખંડણીનો મામલો સામે આવ્યો હતો. 8 ડિસેમ્બર 2022 ના રોજ મહિપાલ સિંહના ફોન પર વોટ્સએપથી વોઇસ મેસેજ આવ્યો હતો કે ‘હું રોહિત ગોદરા છું, 15 ડિસેમ્બર સુધીમાં 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. નહિતર, તમે સીકર  નું પરિણામ જોઈ ચૂક્યા છો. જો આગળ કામ કરવું હશે તો પૈસા આપવા પડશે. આ પછી, 15 ડિસેમ્બર 2022 ના રોજ, બપોરે 2:50 વાગ્યે, તેમને ફરીથી વોટ્સએપ કોલ અને સંદેશ મળ્યો. “હું રોહિત ગોદરા બોલું છું. ‘હા કે ના’નો જવાબ આપો. અમે ફરી ફોન નહિ કરીએ.