ISROને મળી વધુ એક સફળતા, Geostationary Orbitમાં પહોંચ્યો ઇનસેટ-3DS

Contact News Publisher

ISROએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DSને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકીને સફળતા હાંસલ કરી, મિશનના તમામ ચાર લિક્વિડ એપોજી મોટર (એલએએમ) ફાયરિંગ પૂર્ણ થઈ ગયા

ISROએ ફરી એકવાર અંતરીક્ષમાં મોટી સફળતા હાંસલ કરી છે. વાત જાણે એમ છે કે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS ને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષા (Geostationary Orbit) માં મૂકીને બીજી સફળતા હાંસલ કરી હતી. ઇસરોએ ગુરુવારે જણાવ્યું હતું કે, મિશનના તમામ ચાર લિક્વિડ એપોજી મોટર (એલએએમ) ફાયરિંગ પૂર્ણ થઈ ગયા છે. INSAT-3DS 28 ફેબ્રુઆરી સુધીમાં ઇન-ઓર્બિટ ટેસ્ટિંગ (IOT) સુધી પહોંચવાની અપેક્ષા છે.

આ પહેલા શનિવારે ઈસરોએ ત્રીજી પેઢીના હવામાન અવલોકન ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો હતો. જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV)-F14 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી INSAT-3DS સાથે ઉપડ્યું. લગભગ 20 મિનિટની ઉડાન પછી 2274 કિગ્રા વજનનું INSAT-3DS જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું.

INSAT એટલે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ. આ મિશનનો ઉદ્દેશ્ય INSAT-3D (2013 માં લોન્ચ થયેલ) અને INSAT-3DR (સપ્ટેમ્બર 2016 માં લોન્ચ થયેલ) ને અદ્યતન હવામાન સંબંધી ડેટા, જમીન અને સમુદ્રની સપાટીઓનું નિરીક્ષણ, હવામાનની આગાહી અને આપત્તિની ચેતવણી માટે સેવાઓની સાતત્ય પ્રદાન કરવી. આ મિશનનો સમયગાળો અંદાજે 10 વર્ષનો રહેવાની ધારણા છે.