કિસાનોની દિલ્હી માર્ચ પર લાગી બ્રેક, SKMએ કહ્યું- 29 માર્ચે લેશું નિર્ણય

Contact News Publisher

ખેડૂતો પોતાની માંગોને પૂરી કરાવવા માટે દિલ્હી તરફ માર્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેના કારણે શંભુ બોર્ડર પર ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે મહાસંગ્રામ છેડાયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ અટવાયેલી છે અને આજે સાંજે સંયુક્ત કિસાન મોર્ચાએ દિલ્હી માર્ચ પર મોટી જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે, 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો માર્ચ સ્થગિત કરી દેવામાં આવી છે. કિસાન યુનિયન નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે આંદોલનની આગળની રણનીતિ માટે 29 ફેબ્રુઆરીએ જાહેરાત કરવામાં આવશે. આ સાથે કિસાન નેતાએ યુવા ખેડૂત શુભકરણ સિંહના મોત પર એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે બુધવારે કિસાન નેતા સ્વર્ણ સિંહ પંઢેરે બે દિવસ માટે દિલ્હી માર્ચને સ્થગિત કરી હતી.