ન્યૂઝીલેન્ડ પહોંચતા જ જૉબ મળી જશે, એવાં ખોટા વાયદાઓથી બચીને રહેજો! કારણ જાણવા જેવું

Contact News Publisher

આપણાં ભારત દેશ સહિત અનેક દેશોના લોકો ભણવા અને સારા ભવિષ્ય માટે ઓસ્ટ્રેલીયા, કેનેડા, ન્યૂઝિલેન્ડ અને યુકે જેવા દેશોમાં જતા હોય છે. જોકે અનેક વાર વિદેશ જવાની મોહના લીધે કેટલાક લોકો છેતરાઈ જવાની ઘટના સામે આવતી હોય છે. જોકે હવે ન્યૂઝિલેન્ડે આવી છેતરપિંડીની ઘટનાઓને અત્યંત ગંભીરતાથી લીધી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ન્યૂઝિલેન્ડ સરકારે કહ્યું કે, માઈગ્રન્ટ વર્કર તરીકે ન્યૂઝિલેન્ડમાં ઘૂસી જવું એટલું સરળ નથી. તેથી કોઈ તમને ગમે તેમ કરીને ન્યૂઝિલેન્ડ પહોંચાડી દેવાની અને જોબ આપવાની લાલચ આપતું હોય તો સાવધાન રહો.

જાણો કેમ આવું કહેવું પડ્યું ન્યુઝીલેન્ડ સરકારે ?
અગાઉ અને તાજેતરમાં પણ ન્યૂઝિલેન્ડમાં જોબ અને અનેક પ્રકારના ખોટા વાયદાઓ કરી લોકોને છેતરવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈ ન્યૂઝિલેન્ડ સરકારે આ અંગે લોકોને જરૂરી સૂચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને માઈગ્રન્ટ વર્કર્સના હિત જાળવવા માટે કહ્યું કે, કોઈ ઓફર વધારે પડતી સારી હોય તો તેમાં કોઈ ગરબડ હોવાની શક્યતા છે. ન્યૂઝિલેન્ડના વરિષ્ઠ ઈન્વેસ્ટીગેટર હેલન ગેરેટે જણાવ્યું કે, કોઈ તમને ન્યૂઝિલેન્ડમાં ડાયરેક્ટ જોબની ઓફર કરે અને તે ઓફર વધારે પડતી આકર્ષક લાગે તો વાસ્તવમાં તેમાં ગરબડ હોઈ શકે છે. લોકો કેટલીક વાતોનું ધ્યાન રાખશે તો પોતાની જાતને આવા ચિટિંગ સામે સુરક્ષિત રાખી શકશે.
શું કહ્યું ન્યૂઝિલેન્ડ ઓથોરિટીએ ?
ન્યૂઝિલેન્ડની ઓથોરિટીએ જણાવ્યું છે કે, ઈમિગ્રેશન સ્કેમ બહુ વધી ગયા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર એવી હવા ઉભી કરવામાં આવે છે કે, ન્યૂઝિલેન્ડ પહોંચતાની સાથે જ તમને જોબ મળી જશે અને હજારો ડોલરની કમાણી શરૂ થઈ જશે. ખાસ કરીને વોટ્સએપ પર આવી અફવાઓ વધુ ચાલે છે. કોઈ તમને ન્યૂઝિલેન્ડના વિઝા અને જોબ પ્લેસમેન્ટના બદલામાં તમારી પાસેથી મોટી રકમ માગે તો તેમાં ગરબડ જરૂર હશે. વિઝા અરજી ઝડપથી પ્રોસેસ કરવા માટે પણ વધારાના ડોલર માગવામાં આવે તો સમજવું કે તેમાં પણ કોઈ ચાલ છે. કોઈ એમ્પ્લોયર અથવા રિક્રુટર મારી પાસેથી જોબના બદલામાં ચાર્જ માગી શકે નહીં. તેથી તમારી પાસેથી વિઝા કે જોબના બદલામાં મોટી રકમ માગવામાં આવે તો આપશો નહીં. આ ઉપરાંત વિઝાની પ્રોસેસ ઝડપી કરવા માટે વધારાના ડોલર આપવાનો પણ કોઈ નિયમ નથી. તેથી આવી રીતે કોઈ નાણાં માગે તો આપશો નહીં.

Exclusive News