સંગરુરની જેલમાં ધારદાર હથિયારથી ખૂની ખેલ, 2 કેદીના મોત અને બે ઘાયલ થયા

Contact News Publisher

પંજાબના સંગરુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, શુક્રવારે મોડી સાંજે અહીંની જિલ્લા જેલમાં કેદીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અચાનક લોહિયાળ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. કેદીઓએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ચાર કેદીઓને સંગરુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 2 કેદીઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પંજાબની સંગરુર જેલમાં બંધ ચાર કેદીઓ વચ્ચે ઘર્ષણની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હુમલા દરમિયાન ચારેય જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચારેયને તાત્કાલિક સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં બેના મોત થયા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ચારેય કેદીઓ એક જ બેરેકમાં હતા.2 કેદીઓ મૃત્યુ પામ્યા હતા અને ચારેય કેદીઓને માથામાં ઈજા થઈ હતી.

વિગતો મુજબ કાલીયાણ ગામના રહેવાસી મોહમ્મદ હરીશ હર્ષ, મોહમ્મદ શાહબાઝ, ધર્મિંદર સિંહ અને ગગનદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે હરીશ અને ધર્મિંદરને મૃત જાહેર કર્યા હતા. શાહબાઝ અને ગગનદીપને ગંભીર હાલતમાં પટિયાલા રિફર કરવામાં આવ્યા હતા. તમામના શરીર પર હુમલાના ઘણા નિશાન હતા. જોકે સારવાર હેઠળ રહેલા લોકોને બાદમાં પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે મારામારી પાછળનું કારણ જાહેર કર્યું નથી. પોલીસે જણાવ્યું કે, દરેક વ્યક્તિના શરીર પર તીક્ષ્ણ અને તીક્ષ્ણ ચીજવસ્તુઓ વડે માર મારવાના ઘણા નિશાન હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.