કેવું રહેશે વર્ષ? ટીટોડીના ઈંડા ચાર ઈંડા આધારે વરસાદનો વરતારો, ચોમાસું મોડું શરૂ થવાનો સંકેત

Contact News Publisher

હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એનાં આધારે ચોમાસુ કેવું રહેશે. તેનો વરતારો કરી શકાય છે. ત્યારે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મૂક્યા છે. ત્યારે જાણકારોનું કહેવું છે કે જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો સારો વરસાદ થાય છે અને ચાર મહિના સુધી વરસાદ આવશે. ત્યારે આ સમગ્ર બાબતે જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે.

ટીટોડી ઈંડા મુકે તેની પર વરસાદનો વરતારો થતો હોય છે
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો વરસાદ કેવો આવશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સારો વરસાદ આવે તેવી અપેક્ષાઓ છે. તેવી આગાહીઓ થઈ છે. પરંતું જે જૂનું શાસ્ત્ર છે. જેનો દોષી પુરાણ કહે છે. એવી રીતે જોવા જઈએ તો ટીટોડી ક્યાં ઈંડા મુકે છે કેવી રીતે ઈંડા મુકે છે. એની ઉપર વરસાદનો વરતારો થતો હોય છે.

ટીટોડીએ જમીન પર ઈંડા મુકતા ચાર મહિના સુધી વરસાદ આવે તેવી લોકવાયકા
સુરતનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચો વચ ટીટોડીએ ઈંડા મુક્યા છે. ટીટોડીએ ચાર ઉભા ઈંડા મુક્યા છે. ટીટોડીએ જમીન પર પોતાનો માળો બનાવ્યો છે અને ચાર ઈંડા મુક્યા છે. અહીંયા બે વાત સામે આવી રહી છે. જો ચાર ઈંડા મુક્યા હોય તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહી થાય છે. અને બીજી તરફ જો જમીન પર ઈંડા મુકવામાં આવ્યા હોય તો વરસાદ ઓછો થાય તેવું કહેવામાં આવે છે. ત્યારે જમીન પર ઈંડા મુકવામાં આવ્યા હોય અને ઈંડા ઉભા મુકવામાં આવ્યા હોય તો વરસાદ વધુ આવે છે. તો આ વર્ષે વરસાદ કેવો રહેશે. તે જોવાનું રહ્યું.

Exclusive News