સુરતમાં ગૌમાંસ વેચનારા આરોપી 3 વર્ષની કેદ, કોર્ટે કહ્યું ગૌરક્ષાની માત્ર વાતો વાસ્તવિકતા અલગ

Contact News Publisher

સુરતમાં 12 વર્ષ અઘાઉ આંબાવાડી કાલીપુર ખાતે ગૌમાંસ વેચતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ગૌ માંસ વેચતા યૂનુસ શેખને ગુનેગાર ઠેરવી તેને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. તેમજ કોર્ટે નોંધ્યું હતુ કે, હિંદુ ધર્મની માન્યા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી આસ્થાનું પ્રતિક છે.

રેડ દરમ્યાન પોલીસને ગૌ માંસ મળી આવ્યું હતું
વર્ષ 2012 માં આરોપી યુનુસ ગૌ માંસ વેચતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે રેડ કરતા યુનુસ ભાગી ગયો હતો. જે બાદ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા રેડ કરતા સ્થળ પરથી 6 કિલો ગૌ માંસ ઝડપાવા પામ્યું હતું. જે બાદ આરોપી યુનુસને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સુનાવણી દરમ્યાન તેને કસુરવાર ઠેરવ્યો હતો. ત્યારે સરકારી વકીલ તરીકે એ.કે.પટેલની ધારદાર દલીલ બાદ આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

દરિયાઈ માર્ગે ઘેટા-બકરા અખાતનાં દેશમાં મોકલાય છે
કોર્ટે ચૂકાદો આપતા નોંધ્યું હતું કે, ગુજરાત પાકિસ્તાનની નજીક આવેલું છે. ત્યારે કચ્છનાં તૃણા બંદરથી હજારોની સંખ્યામાં ઘેટા-બકરા પાકિસ્તાન અને અખાતનાં દેશમાં મોકલવામાં આવે છે. ત્યારે પશુઓ માનવજાતને દૂધ, ઘી, ખાતર, ઊન તેમજ ખેતી તેમજ અન્ય કામમાં પણ મદદ કરે છે. જેથી તેનાં પર જે અત્યાચાર થાય તેની સામે ઉચ્ચ ન્યાયાલયનાં પણ ચુકાદા છે.