ભુજના ભરચક છઠ્ઠીબારી રિંગ રોડ વિસ્તારમાં બન્યો છેડતી નો બનાવ : લોકોના ટોળા ઉમટ્યા

Featured Video Play Icon
Contact News Publisher

હૈદરાબાદ અને રાજકોટમાં બનેલી માનવતાને છાજે તેવી ઘટના આપણે યાદ કરાવી જાય એવી ઘટનાઓ દરેક વખતે એક વાત સૂચવે છે કે હવે માત્ર દીકરીઓનાં માબાપે જ નહીં, દીકરાઓના પેરન્ટ્સે પણ સમજવું પડશે અને ચેતી જવું પડશે. દીકરીનું ધ્યાન રાખવાની જવાબદારી માબાપ સુપેરે નિભાવે છે, પણ એની સાથોસાથ તમારો નબીરો ક્યાં ફરે છે, શું કરે છે અને તેની સોબત કેવી છે એ જોતાં રહેવાની જવાબદારી દીકરાઓનાં માબાપની છે.

ત્યારે ગઇકાલે સાંજે ભુજના ધમધમતા વિસ્તાર છઠ્ઠીબારી રિંગ રોડ વિસ્તારમાં હજામ મામદ હુસેન નામના છેલબટાઉ શખ્શે યુવતીની છેડતી કરતાં મામલો ગરમાઈ ગયો હતો અને ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તો બીજી તરફ આ નરાધમ હજામ મામદ હુસેનને બચાવવા પણ તેના સાથીદારોએ સ્થળ પર હાજરી આપી હતી. સમગ્ર ઘટનાના અંતે છેડતીનો ભોગ બનનાર યુવતીના માતા-પિતાએ છેલબટાઉ શખ્શ સામે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જો કે ફરિયાદ ટાળવા પાછળ અગાઉ પોલીસના કડવા અનુભવો હોવાનું જાણવા મળ્યું હતું.

1 thought on “ભુજના ભરચક છઠ્ઠીબારી રિંગ રોડ વિસ્તારમાં બન્યો છેડતી નો બનાવ : લોકોના ટોળા ઉમટ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *