ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા જિલ્લા કલેકટરની અપીલ

Contact News Publisher

ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા

જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનની અપીલ

ભુજ, શુક્રવારઃ

સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં તાપમાન વધી રહ્યું છે અને ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો છે ત્યારે ગરમી તેમજ તાપથી બચવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા વિવિધ સુચનો કરીને તેનો અમલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ગરમીના મોજાની સ્થિતિ શારીરિક તણાવમાં પરિણમી શકે છે, જેનાથી મૃત્યુ પણ  થઇ શકે છે. ગરમીના મોજા દરમ્યાન તેની અસરને શકય એટલી ઓછી કરવા અને લૂ થી ગંભીર બિમારીઓ અથવા મૃત્યુ અટકાવવા માટે ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ વચ્ચે તડકામાં જવાનું ટાળવું. તરસ ન લાગી હોય તો પણ પર્યાપ્ત અને શકય તેટલું વારંવાર પાણી પીવું. ઓછા વજનના, ઝાંખા રંગના ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા. તડકામાં જતી વખતે આંખોની રક્ષા કરતા ગોગલ્સ, છત્રી, ટોપી, બુટ ચંપલનો ઉપયોગ કરવો. બહારનું તાપમાન ઉંચુ હોય ત્યારે મહેનતની પ્રવૃતિઓ કરવાનું ટાળવું. બપોરના ૧૨ થી ૩ વચ્ચે કામ કરવાનું ટાળવું. આલ્કોહોલ,ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ પીવાનું ટાળો જે શરીરમાંથી પાણી શોષે છે. વધુ પ્રોટીનયુકત ખોરાક લેવાનું ટાળો અને વાસી ખોરાક ખાવો નહીં. જો તમે બહાર કામ કરતા હોવ તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો તેમજ તમારા માથા, ગળા, ચહેરા અને અંગો પર ભીનું કપડું લપેટો. પાર્ક કરેલ વાહનોમાં બાળકો અથવા પાલતું પશુઓને રાખો નહીં. જો તમે બેભાન અથવા બિમાર થતા હોવ તો તરત જ ડોકટર પાસે જવું. ઓઆરએસ, ઘરે બનાવેલા પીણાં જેમ કે લસ્સી, તોરણી (ચોખાનું પાણી) લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરમાં ફરી પ્રવાહી સંગ્રહ કરવામાં મદદ કરે છે. પ્રાણીઓને છાયડામાં રાખો અને તેમને પીવા પુષ્કળ પાણી આપો. તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સન-શેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો. પંખા અને ભીના કપડાનો ઉપયોગ કરો તેમજ ઠંડા પાણીમાં સ્નાન કરો.

લૂ ની અસર પામેલા વ્યકિતને ઠંડી જગ્યામાં છાયડા નીચે સુવડાવો. તેને/તેણીને ભીના કપડાથી લૂછો/શરીરને  વારંવાર ધુવો. માથા પર સામાન્ય હુંફાળું પાણી રેડો. મુખ્ય બાબત શરીરના તાપમાનને નીચે લાવવાનો છે. એ વ્યકિતને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી (ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઇપણ વસ્તુ આપો. વ્યકિતને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવું. લૂ ઘાતક નીવડી કરે તેમ હોય, દર્દીને તાત્કાલિક નજીકના હોસ્પિટલે લઇ જવા.

વધુ ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવતા વ્યકિતઓને વધુ ખતરો હોય છે. ગરમીના મોજાની ઋતુ દરમ્યાન તમારા કુટુંબની મુલાકાત આવા વ્યકિત (ઓ) આવતા હશે. તેઓનું શરીર ગરમ આબોહવાને અનુકૂળ ન થાય ત્યાં સુધી તેઓએ એક અઠવાડિયા સુધી ખુલ્લા મેદાનમાં ફરવું જોઇએ નહીં અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઇએ. ગરમીના મોજા દરમ્યાન ગરમ આબોહવાના ધીમે ધીમે સંપર્કમાં આવીને આબોહવા સાથે અનુકૂલન સાધી શકાય છે તેવા વિવિધ પ્રકારના સુચનો નાગરિકોને કરવામાં આવ્યા છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

1 thought on “ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા જિલ્લા કલેકટરની અપીલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *