કચ્છી વ્યક્તિ KBCમાં જીત્યા ૫૦ લાખ : કચ્છની આ સંસ્થાને આપ્યા દાનમાં

Contact News Publisher

કેબીસીમાં રૂપિયા જીતનારા એક ગુજરાતીએ પોતાની જીતેલી રકમને દાન અર્થે વાપવા માટે અનોખી પહેલી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કચ્છના દાનવીરે કેબીસીમાં જીતેલી રકમ એટલે કે 50 લાખ રૂપિયાનીની જીતેલી રકમથી ત્રણ એમ્બ્યૂલન્સ સેવા અર્થે આપી છે. આ દાનવીરનુ નામ છે હરખચંદ સાવલા. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને દાતાના સહયોગથી ત્રણ એમ્બ્યુલન્સ સેવા અર્થે મળી હતી, જેને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકસેના સાર્વજનિક ટ્રસ્ટ અને મુખ્ય દાતા જીવનજ્યોત ટ્રસ્ટ-પરેલ (મુંબઇ-મૂળ કચ્છ)ના એવા હરખચંદ સાવલા ‘કૌન બનેગા કરોડ પતિ’માં રૂપિયા 50 લાખ જીત્યા હતા. પરંતુ ખાસ વાત છે કે આ વિનર દાનવીરે તે રૂપિયામાંથી ત્રણ એમ્બ્યુલન્સ કચ્છના લોકોને સારી સુવિધા મળી રહે તેની માટે ખરીદીને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપી હતી.

લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઇ જણસારી સતત કચ્છના લોકો માટે નિ:સ્વાર્થ ભાવે અને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરતા રહે છે તથા દયાપર ખાતે ટ્રસ્ટની નવા કાર્યાલયનું ધારાસભ્ય દ્વારા રીબીન કાપીને ખુલ્લું મૂકાયું હતું. દયાપર ખાતે અબડાસાના ધારાસભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *