કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શહેરીજનો નિરસ જ્યારે ગ્રામીણોમાં ઉત્સાહ

Contact News Publisher

રાજ્યની છ મહાનગરપાલિકામાં સફળતાપૂર્વક મતદાન અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી તા.28/2ના રાજ્યની સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે. કોવીડ-19ની મહામારી વચ્ચે પણ એક બાજુ રાજકીય પક્ષો બેફામ ટોળા વળી પ્રચાર કરી રહ્યા છે. તો બીજીબાજુ વહીવટી તંત્રી મહામારીને ધ્યાને લઇ તૈયારી કરી રહ્યું છે. કચ્છમાં મતદાનની ટકાવારી જોવામાં આવે તો છેલ્લી ત્રણ ચૂંટણીમાં શહેરી કરતા ગ્રામીણ વિસ્તારમાં મતદાન વધુ થાય છે. એટલે કે નગરપાલિકાની સામે તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકોમાં મતદાનની ટકાવારી વધારે જોવા મળે છે.

ભારતમાં 2 ઓક્ટોબર 1959માં પંચાયતી રાજના અમલ બાદ ગુજરાતમાં આપણે 1 એપ્રિલ 1963માં તેનો અમલ થયો. તેમાં શહેરી કક્ષાએ નગરપાલિકા અને ગ્રામીણમાં ગ્રામ પંચાયતની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતની રચના કરવામાં આવી છે. આ તમામની પણ વિધાનસભા અને લોકસભાની જેમ પાંચ વર્ષે ચૂંટણી થતી હોય છે.

કચ્છની વાત કરવામાં આવે તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરી મતદારોની સરખામણીએ ગ્રામીણ મતદારો વધારે જાગૃત દેખાય છે. વર્ષ 2005થી લઇન 2015 સુધીની ચૂંટણીમાં નગરપાલિકાઅોની સામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 8થી 10 ટકા વધારે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *